આઈ.ટી.આઈ હારીજ ખાતે પ્રવાસી સુપરવાઈઝર ઇન્સ્ટ્રક્ટર ની જાહેરાત જેની છેલ્લી તારીખ ૦૧.૦૮.૨૦૧૮ છે.

CLICK TO DOWNLOAD APPLICATION FORM

CLICK TO SEE RULES AND REGULATION

ઔદ્યોગિક તાલીમ સંસ્થા,હારીજ

માનદ સેવાઓ આમંત્રિત કરવા અંગે

        નિયામકશ્રી રોજગાર અને તાલીમ ખાતાનાં નિયંત્રણ હેઠળની સરકારી ઔ.તા.સંસ્થા હારીજ ખાતે જુદા જુદા NCVT/GCVT વ્યવસાયોમાં સુપરવાઈઝર ઇન્સ્ટ્રક્ટરની નિયમિત જગ્યાઓ ન ભરાય ત્યાં સુધી વચગાળાની વ્યવસ્થા રૂપે મિકેનીકલ ગ્રુપ,ફેબ્રીકેશન ગ્રુપ, ઇલેક્ટ્રીકલ ગ્રુપ અને ગારમેન્ટ ગ્રુપ માટે પ્રવાસી (મુલાકાતી) સુપરવાઇઝરઇન્સ્ટ્રક્ટરનીમાનદ સેવાઓ માટે રસ ધરાવતાઉમેદવારો પાસેથી તા. ૦૧/૦૮/૨૦૧૮ સુધીમાં રૂબરૂ અરજીઓ મંગાવવામાં આવે છે. પીરીયડ દીઠ રૂ|. ૭૫/- લેખે મહત્તમ દૈનિક પીરીયડ ૬ કલાક લેખે મહતમ દૈનિક માનદ વેતન રૂ|.૪૫૦/- નાં દરે માસિક રૂ|.૧૩૫૦૦/- થી વધે નહિ તે રીતે માનદ વેતન ચુકવવામાં આવશે. ઉમેદવારે શૈક્ષણિક લાયકાત, અનુભવ સાથેની વિગતવાર અરજી તથા તમામ આધારભૂત પુરાવાઓ રજુ કરવાના રહેશે. અરજી ફોર્મમાં મોબાઈલ નંબર આપવો ફરજીયાત રહેશે. લાયકાતના ધોરણો NCVT/GCVT દ્વારા નિયત થયેલ જે તે ટ્રેડના સિલેબસ મુજબ તથા ખાતાના પ્રવર્તમાન ભરતી નિયમો મુજબ રહેશે.આથી લાયકાત ધરાવતા ઉમેદવારોએ નીચે દર્શાવેલ સરનામે સંસ્થાનો સંપર્ક કરવા વિનંતી. CITSપાસ ઉમેદવારો ને પ્રાધાન્ય આપવામાં આવશે.

આ સંપૂર્ણ પ્રક્રિયા મેરીટ આધારિત રહેશે. પ્રવાસી સુપરવાઇઝર  ઇન્સ્ટ્રક્ટર તરીકે આવનાર ઉમેદવારોનો કોઈ અન્ય સેવા વિષયક હકદાવો રહેશે નહી તે મુજબનુ લેખિતમાં એફીડેવીટથી બાંહેધરી પત્ર આપવાનું રહેશે.પ્રવાસી (મુલાકાતી) સુપરવાઇઝરઇન્સ્ટ્રક્ટરનીમાનદ સેવાઓ લેવા અંગેની વધુ વિગતો તેમજ  આ અંગેનું અરજી ફોર્મ સંસ્થા ખાતેથી મળી રહેશે.

૧. સંસ્થામાં રૂબરૂ અરજી આપવાની છેલ્લી તારીખ :૦૧/૦૮/૨૦૧૮.

૨. રૂબરૂ મુલાકાતનુ સરનામું : ઔદ્યોગિક તાલીમ સંસ્થા, સરકારી નર્સરીની બાજુમાં,

                                હારીજ રાધનપુર હાઇવે,હારીજ.

                                                         આચાર્ય

                                              ઔદ્યોગિક તાલીમ સંસ્થા,

                                                          હારીજ

Back

ADDRESS

HARIJ-RADHANPUR HIGHWAY,
NR. GOVRNMENT NURSERY, HARIJ. TA-HARIJ DIST-PATAN PIN CODE-384240

Last Update on : 04/01/2019

Give us a call or send mail

Mobile : +91 2733-222920
Telephone : +91 2733-222920
Email : prlharijiti@yahoo.in

Visitor Counter

 
Html Valid   Html Valid
Copyright © Industrial Training Institute, Harij. All rights reserved. | Designed & Developed By : pCube Software Solution.